સ્વાઈન ફ્લુ શ્વાસોચ્છ્વાસને લગતો રોગ છે અને ડુક્કર (પિગ) માંથી મળી આવતા કેટલાક વાઈરસનાં કેટલાક તત્વો તેમાં છે.
સ્વાઈન ફ્લુ અમુક દેશોમાં થયો હોવાનું ચોક્કસ કરવામાં આવ્યું છે અને તે એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં ફેલાઈ રહ્યો છે, જેના લીધે ફ્લુનો વિશ્વવ્યાપી રોગચાળો ફાટી નીકળે એવું બની શકે છે.
વિશ્વવ્યાપી ફ્લુ બીજા સાધારણ ફ્લુ કરતાં જુદો હોય છે કારણકે તે ફ્લુ નવો વાઈરસ હોય છે જે માણસોમાં દેખાય છે.અને તે સમગ્ર વિશ્વમાં એકથી બીજી વ્યક્તિમાં ઘણી ઝડપથી ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (વિશ્વ આરોગ્ય સંસ્થા - હુ) World Health Organization (WHO) સમગ્ર વિશ્વમાં સ્વાઈન ફ્લુના કેસો ખુબ ઝીણવટથી તપાસી રહી છે જેથી આ વાઈરસ બહોળા વિસ્તારોમાં રોગચાળો ફેલાવે છે કે નહિ તેના પર નજર રાખી શકાય.
આ વાઈરસ નવો હોવાને કારણે, કોઈનામાં તેની સામેની પ્રતિકારક શક્તિ નહિ હોય, અને તે લાગવાનું જોખમ દરેક જણ પર રહેલું હોઈ શકે. આમાં તંદુરસ્ત પુખ્ત વયનાં લોકો તેમજ વુદ્ધ જનો, નાનાં બાળકો અને જેમને હાલમાં કોઇ તબીબી બીમારી હોય તેવાં તમામ લોકોનો સમાવેશ થઈ જાય છે.
ફ્લુના વાઈરસો ઝીણાં ઝીણાં કણોનાં બનેલાં હોય છે જે તમે જ્યારે ઉધરસ કે છીંક ખાવ ત્યારે તમારા નાક કે મ્હોમાંથી બહાર નીકળતા પ્રવાહીનાં નાનાં ટીપા મારફતે ફેલાઈ શકે છે.
તમે જ્યારે તમારું નાક અને મ્હોં ટિશ્યૂ વડે ઢાંક્યા વગર ઉધરસ કે છીંક ખાવ ત્યારે તે નાનાં ટિપાં ફેલાય છે અને બીજાં લોકો તે પોતાના શ્વાસમાં લે તેવું જોખમ ઉભું થાય છે.
જો તમે તમારા હાથમાં ઉધરસ કે છીંક ખાવ, તો તમારા હાથમાં લાગેલાં તે ટિપાં અને તેમાં રહેલાં જીવાણુઓ સહેલાઈથી તમારા હાથ પરથી જે કોઈ પણ સપાટી તમે અડો તેમાં ફેલાય છે, અને અમુક સમય સુધી તે સપાટીઓ પર તેઓ જીવંત રહે છે. રોજે રોજની વસ્તુઓ જેમ કે બારણાંનાં હેન્ડલો, કમ્પ્યુટર ના કીબોર્ડ, મોબાઈલ અને સાધારણ ફોન તેમજ ટીવીનાં રીમોટ કંટ્રોલ એવી સામાન્ય સપાટીઓ છે જેના પરથી ફ્લુના વાઈરસો મળી આવી શકે છે.
જો બીજાં લોકો તે સપાટીઓને અડે અને પછી તેમના પોતાના ચહેરાને અડે, તો તે જીવાણુઓ તેમના શરીર માં દાખલ થઈ શકે છે અને તેમને ચેપ લાગી શકે છે. આ રીતે સ્વાઈન ફ્લુ સહિતના શરદી અને ફ્લુના બધા જીવાણુઓ એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં ફેલાઈ શકે છે.
હાલની પરિસ્થિતિ ગંભીર છે, પરંતુ આપણે તેને પહોંચી વળીશું એવો વિશ્વાસ રાખવા માટે આપણી પાસે વાજબી કારણો પણ છે. અગાઉના બહોળા વિસ્તારોમાં ફેલાતા રોગચાળાનો અભ્યાસ કરનારાં વૈજ્ઞાનિકોના આભારે, આપણને અત્યારે સારવારો વિશે અને કેવી રીતે વાઈરસનો ફેલાવો થતો અટકાવવો તેના વિશે પહેલાં કરતાં ઘણી વધારે ખબર છે.
આપણી પાસે વાઈરસ પ્રતિકારક – એન્ટિવાઈરલ દવાઓનો સંગ્રહ ઘણા મોટા પ્રમાણમાં છે (ટેમિફ્લુ Tamiflu અને રેલેન્ઝા Relenza® સહિત) દવાઓનો જથ્થો સરકારી હોસ્પિટલો માં ઉપલબ્ધ છે. અને અમે આમાં વધારો કરવાનું વીચારી રહ્યાં છીએ.
એન્ટિવાઈરલ દવાઓ તેનો ઈલાજ નથી, પરંતુ જો તેનાં ચિન્હોં ઊભાં થયાના ૪૮ કલાકની અંદર તે લેવામાં આવે, તો તમને સાજાં થવામાં મદદ કરી શકે છે.
હાલના તબક્કે નહિં. આ પ્રકાર નો ફ્લુ દર વર્ષે થતા સાધારણ ફ્લુ જેવો નથી: તેમાં તદ્દન નવા પ્રકારનો વાઈરસ સંડોવાયેલો છે. જ્યારે અમુક ચોક્કસ પ્રકારના વાઈરસની જાત ઓળખાય તે પછીજ તેની સામેની રસી બનાવી શકાય છે, અને તે પછી તે બનાવવામાં અનેક મહિનાનો સમય લાગે છે.
ભારતની સરકારોએ ઉત્પાદકો સાથે ગોઠવણો કરી રાખેલી છે જેથી એક વાર આ રસી બનાવી લેવામાં આવે તે પછી શક્ય તેટલો જલ્દી તેનો પુરવઠો અમે મેળવી શકીએ.
તમારી જાતનું રક્ષણ કરવા માટે તમે કરી શકો તેવી એક સૌથી સારામાં સારી બાબત છે સારી આરોગ્ય સ્વચ્છતા જાળવવી. આનાથી વાઈરસનો ફેલાવો ધીમો પડવામાં મદદ થશે અમે તમારુ અને બીજાનું ચેપ લાગવા સામે રક્ષણ કરવા માટે સૌથી અસરકારક હોય તેવી આ એક્માત્ર વસ્તુ તમે કરી શકો છો.
તમે જ્યારે ઉધરસ કે છીંક ખાવ ત્યારે તેમાંથી જીવાણુઓ ફેલાતાં અટકાવવા માટે સારી આરોગ્ય સ્વચ્છતાના નિયમોનું પાલન કરવાનું ખાસ અગત્યનું છે:
હંમેશા તમારી પાસે હાથરૂમાલ રાખો.
તમે જ્યારે ઉધરસ કે છીંક ખાવ ત્યારે તમારું મોઢું અને નાક ઢાંક્વા માટે ચોખ્ખા હાથરૂમાલ નો ઉપયોગ કરો.
વપરાશ માં લીધેલ હાથરૂમાલ ધોઈને સ્વચ્છ કરીને વાપરવો.
તમારા હાથ સાબુ અને પાણીથી અથવા જીવાણુ રહિત કરતી જેલ વડે વારંવાર ધુઓ.
આ યાદ રાખવાનો એક સહેલો ઉપાય છે:
તેને પકડી લો, ફેંકી દો, નાશ કરી દો.
તમે કદાચ સમાચારોમાં બીજા દેશોમાં લોકોને મોઢા પર પહેરવાના માસ્ક આપવામાં આવતા હોવાનું જોયું હશે. પરંતુ, ઉપલબ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓ સૂચવેછે કે મોઢા પર પહેરવાનાં આ સાધારન માસ્ક લોકોને ચેપ લાગવા સામે સુરક્ષા પુરી પાડતા નથી.
તમારી જાતનું રક્ષણ કરવાનો અને ફ્લુના વાઈરસનો ફેલાવો અટકાવવાનો સૌથી ઉત્તમ ઉપાય, હાથરૂમાલ વાપરીને તે ફેંકી દેવાનો અને તમારા હાથ ધોવાનો છે.
યાદ રાખો તેને પકડી લો, ફેંકી દો, નાશ કરી દો.
ફ્લુ મિત્રો એટલે પાડોશિઓ, મિત્રો અને સગાં, જેઓ જો તમે બીમાર થાવ તો તમને મદદ કરી શકે. દાખલા તરીકે, તેઓ દવાઓ, ખોરાકની સામગ્રી અને બીજી વસ્તુઓ તમારા માટે લઈ આવી શકે, જેથી જો તમે બીમાર હો તો તમારે ઘરની બહાર નીકળવું ન પડે.
જો સ્વાઈન ફ્લુ ફેલાય, તો તમારે તેની માહિતીથી વાકેફ રહેવું જરૂરી છે, જેથી તમારું અને તમારા કુટુંબનું રક્ષણ કરવા માટે તમે બીજું શું કરી શકો છો તેની તમને ખબર હોય. પરિસ્થિતિ જેમ બદલાતી જાય તેમ ટીવી જોઈને, રેડિયો સાંભળીને, ઈન્ટરનેટ પર તપાસતાં રહીને અને અખબારોમાં થતી જાહેરાતો વાંચતાં રહીને છેલ્લામાં છેલ્લી માહિતી મેળવતા રહેવું જોઈએ.
ટોલ ફ્રી (વિના મુલ્યે) નંબર:૧૦૭૫ અથવા ૧૮૦૦-૧૧-૪૩૭૭ અથવા ૦૦૧-૨૩૯૨૧૪૦૧ પર ફોન કરી ને તમે છેલ્લા માં છેલ્લી માહિતિ થી વાકેફ રહિ શકો છો.
કેટલાક ચિહ્નોમાં, અચાનક જ તાવ ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ પડવાનું શુરૂ થઈ જાય છે. બીજાં કેટલાક ચિહ્નોમાં માથું દુ:ખવું, ગળામાં બળતરા, થાક લાગવો, સ્નાયુઓ દુ:ખવા, ઠંડી ચડવી, છીંકો આવવી, નાક વહેવું કે ભુખ મરી જવાઅનો સમાવેશ થઈ શકે છે.
તમારી પાસે છેલ્લામાં છેલ્લી સલહ હોય તેની ખાતરી કરવાનું અમારા માટે અગત્યનું છે. જો આ વાઈરસ ભારતમા વધારે વ્યાપક પ્રમાણમાં ફેલાશે તો આમાં એન્ટીવાઈરલ દવાઓ કેવી રીતે મેળવવી તેના વિશે વધારે માહિતી આપવાનો પણ સમાવેશ કરવામાં આવશે.સ્વાઈન ફ્લુ ઈન્ફોર્મેશન લાઈન ૧૦૭૫ અને ૧૮૦૦-૧૧-૪૩૭૭ પર નિયમિત રીતે અદ્યતન માહિતી મુકતા રહેવામાં આવશે.
ટોલ ફ્રી (વિના મુલ્યે) નંબર:૧૦૭૫ અથવા ૧૮૦૦-૧૧-૪૩૭૭ અથવા ૦૧૧-૨૩૯૨૧૪૦૧
સુરતમાં સ્વાઇન ફ્લુના લક્ષણો ધરાવતી વ્યક્તિએ નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો.
• ૯૮૨૫૫ ૦૪૭૬૬
• ૯૮૨૫૫ ૯૬૮૯૨
• ૯૮૨૫૫ ૨૫૬૩૭